# gu/Gujarati-NT.xml.gz
# he/Hebrew.xml.gz


(src)="b.MAT.1.1.1"> આ ઈસુ ખ્રિસ્તનો કૌટુંબિક ઈતિહાસ છે . તે દાઉદના પરિવારમાંથી આવ્યો . અને દાઉદ ઈબ્રાહિમના પરિવારમાંથી આવ્યો .
(trg)="b.MAT.1.1.1"> ספר תולדת ישוע המשיח בן דוד בן אברהם ׃

(src)="b.MAT.1.2.1"> ઈબ્રાહિમ ઈસહાકનો પિતા હતો . ઈસહાક યાકૂબનો પિતા હતો . યાકૂબ યહૂદા અને તેના ભાઈઓનો પિતા હતો .
(trg)="b.MAT.1.2.1"> אברהם הוליד את יצחק ויצחק הוליד את יעקב ויעקב הוליד את יהודה ואת אחיו ׃

(src)="b.MAT.1.3.1"> યહૂદા પેરેસ અને ઝેરાહનો પિતા હતો . ( તેઓની મા તામાર હતી . ) પેરેસ હેસ્રોનનો પિતા હતો . હેસ્રોન આરામનો પિતા હતો .
(trg)="b.MAT.1.3.1"> ויהודה הוליד את פרץ ואת זרח מתמר ופרץ הוליד את חצרון וחצרון הוליד את רם ׃

(src)="b.MAT.1.4.1"> આરામ અમિનાદાબનો પિતા હતો . અમિનાદાબ નાહશોનનો પિતા હતો . નાહશોન સલ્મોનનો પિતા હતો .
(trg)="b.MAT.1.4.1"> ורם הוליד את עמינדב ועמינדב הוליד את נחשון ונחשון הוליד את שלמון ׃

(src)="b.MAT.1.5.1"> સલ્મોન બોઆઝનો પિતા હતો . ( બોઆઝની માતા રાહાબ હતી . ) બોઆઝ ઓબેદનો પિતા હતો . ( ઓબેદની માતા રૂથ હતી . ) ઓબેદ યશાઈનો પિતા હતો .
(trg)="b.MAT.1.5.1"> ושלמון הוליד את בעז מרחב ובעז הוליד את עובד מרות ועובד הוליד את ישי ׃

(src)="b.MAT.1.6.1"> યશાઈ દાઉદ રાજાનો પિતા હતો . દાઉદ સુલેમાનનો પિતા હતો . ( સુલેમાનની મા પહેલા ઊરિયાની પત્ની હતી . )
(trg)="b.MAT.1.6.1"> וישי הוליד את דוד המלך ודוד המלך הוליד את שלמה מאשת אוריה ׃

(src)="b.MAT.1.7.1"> સુલેમાન રહાબામનો પિતા હતો . રહાબામ અબિયાનો પિતા હતો . અબિયા આસાનો પિતા હતો .
(trg)="b.MAT.1.7.1"> ושלמה הוליד את רחבעם ורחבעם הוליד את אביה ואביה הוליד את אסא ׃

(src)="b.MAT.1.8.1"> આસા યહોશાફાટનો પિતા હતો . યહોશાફાટ યોરામનો પિતા હતો . યોરામ ઉઝિયાનો પિતા હતો .
(trg)="b.MAT.1.8.1"> ואסא הוליד את יהושפט ויהושפט הוליד את יורם ויורם הוליד את עזיהו ׃

(src)="b.MAT.1.9.1"> ઉઝિયા યોથામનો પિતા હતો . યોથામ આહાઝનો પિતા હતો . આહાઝ હિઝકિયાનો પિતા હતો .
(trg)="b.MAT.1.9.1"> ועזיהו הוליד את יותם ויותם הוליד את אחז ואחז הוליד את יחזקיהו ׃

(src)="b.MAT.1.10.1"> હિઝકિયા મનાશ્શાનો પિતા હતો . મનાશ્શા આમોનનો પિતા હતો . આમોન યોશિયાનો પિતા હતો .
(trg)="b.MAT.1.10.1"> ויחזקיהו הוליד את מנשה ומנשה הוליד את אמון ואמון הוליד את יאשיהו ׃

(src)="b.MAT.1.11.1"> યખોન્યા અને તેના ભાઈઓના પિતા યોશિયા હતો . ( યહૂદી લોકોને ગુલામ બનાવવા માટે બાબિલ મોકલવામાં આવ્યાં તે સમય દરમ્યાન તેનો જન્મ થયો . )
(trg)="b.MAT.1.11.1"> ויאשיהו הוליד את יכניהו ואת אחיו לעת גלות בבל ׃

(src)="b.MAT.1.12.1"> બાબિલમાં તેઓને લઈ ગયા પછી : યખોન્યા શલથિયેલનો પિતા હતો . શલથિયેલ ઝરુંબ્બાબેલનો પિતા હતો .
(trg)="b.MAT.1.12.1"> ואחרי גלותם בבלה הוליד יכניה את שאלתיאל ושאלתיאל הוליד את זרבבל ׃

(src)="b.MAT.1.13.1"> ઝરુંબ્બાબેલ અબિહૂદનો પિતા હતો . અબિહૂદ એલ્યાકીમનો પિતા હતો . એલ્યાકીમ અઝોરનો પિતા હતો .
(trg)="b.MAT.1.13.1"> וזרבבל הוליד את אביהוד ואביהוד הוליד את אליקים ואליקים הוליד את עזור ׃

(src)="b.MAT.1.14.1"> અઝોર સાદોકનો પિતા હતો . સાદોક આખીમનો પિતા હતો . આખીમ અલિહૂદનો પિતા હતો .
(trg)="b.MAT.1.14.1"> ועזור הוליד את צדוק וצדוק הוליד את יכין ויכין הוליד את אליהוד ׃

(src)="b.MAT.1.15.1"> અલિહૂદ એલ્યાઝરનો પિતા હતો . એલ્યાઝર મથ્થાનનો પિતા હતો . મથ્થાન યાકૂબનો પિતા હતો .
(trg)="b.MAT.1.15.1"> ואליהוד הוליד את אלעזר ואלעזר הוליד את מתן ומתן הוליד את יעקב ׃

(src)="b.MAT.1.16.1"> યાકૂબ યૂસફનો પિતા હતો . યૂસફ મરિયમનો પતિ હતો . અને મરિયમ ઈસુની મા હતી . ઈસુ ખ્રિસ્ત તરીકે ઓળખાવા લાગ્યો .
(trg)="b.MAT.1.16.1"> ויעקב הוליד את יוסף בעל מרים אשר ממנה נולד ישוע הנקרא משיח ׃

(src)="b.MAT.1.17.1"> આમ ઈબ્રાહિમથી દાઉદ સુધીની ચૌદ પેઢી થઈ દાઉદથી યહૂદી લોકોને બાબિલમાં લઈ ગયા ત્યાં સુધીની પણ યૌદ પેઢી થઈ અને એ લોકોને બાબિલમાં લઈ ગયા તે સમયથી ખ્રિસ્તના જન્મ સુધીની યૌદ પેઢી થઈ .
(trg)="b.MAT.1.17.1"> והנה כל הדרות מן אברהם עד דוד ארבעה עשר דרות ומן דוד עד גלות בבל ארבעה עשר דרות ומעת גלות בבל עד המשיח ארבעה עשר דרות ׃

(src)="b.MAT.1.18.1"> ઈસુ ખ્રિસ્તની મા મરિયમ હતી . ઈસુના જન્મ વિષેની હકીકત આ પ્રમાણે છે . તેની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થઈ હતી . લગ્ન પહેલા મરિયમને ખબર પડી કે તે પવિત્ર આત્માથી ગર્ભવતી થઈ છે .
(trg)="b.MAT.1.18.1"> והלדת ישוע המשיח כה היתה מרים אמו ארשה ליוסף ובטרם יבא אליה נמצאת הרה לרוח הקדש ׃

(src)="b.MAT.1.19.1"> મરિયમનો પતિ યૂસફ , ખૂબજ ભલો માણસ હતો , તે જાહેરમાં મરિયમને લજ્જિત કરવા ઈચ્છતો ન હતો તેથી તેણે છૂટાછેડા આપવાનું ગુપ્ત રીતે નક્કી કર્યુ .
(trg)="b.MAT.1.19.1"> ויוסף בעלה היה איש צדיק ולא אבה לתתה לבוז ויאמר בלבו לשלחה בסתר ׃

(src)="b.MAT.1.20.1"> જયારે તે આ બાબતનો વિચાર કરતો હતો ત્યારે તેને પ્રભુનો દૂત દેખાયો . દૂતે કહયું કે , “ યૂસફ દાઉદના દીકરા તું મરિયમને તારી પત્ની તરીકે સ્વીકીરવામાં જરા પણ અચકાઈશ નહિ કારણ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે .
(trg)="b.MAT.1.20.1"> הוא חשב כזאת והנה מלאך יהוה נראה אליו בחלום ויאמר יוסף בן דוד אל תירא מכנוס אליך את מרים אשתך כי אשר הרה בה מרוח הקדש הוא ׃

(src)="b.MAT.1.21.1"> તે દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ પાડશે . તેને એવું નામ આપજે કારણ કે તે પોતાના લોકોને તેમના પાપોમાંથી મુક્ત કરશે . ”
(trg)="b.MAT.1.21.1"> והיא ילדת בן וקראת את שמו ישוע כי הוא יושיע את עמו מעונותיהם ׃

(src)="b.MAT.1.22.1"> આ બધુ તેને થશે કારણ કે પ્રબોધકો દ્વારા પ્રભુએ કહેલું ભવિષ્ય કથન પરિપૂર્ણ થાય .
(trg)="b.MAT.1.22.1"> ותהי כל זאת למלאת את אשר דבר יהוה ביד הנביא לאמר ׃

(src)="b.MAT.1.23.1"> જુઓ , કુંવારી ગર્ભવતી થશે , તેને એક દીકરો જન્મશે અને તેનું નામ ઈમ્માનુએલ પાડવામાં આવશે . ” ( ઈમ્માનુએલ એટલે “ દેવ આપણી સાથે છે . ” )
(trg)="b.MAT.1.23.1"> הנה העלמה הרה וילדת בן וקראו שמו עמנואל אשר פרושו האל עמנו ׃

(src)="b.MAT.1.24.1"> જયારે યૂસફ જાગ્યો , ત્યારે પ્રભુના દૂતના આદેશને અનુસર્યો અને મરિયમને તેની પત્ની તરીકે સ્વીકારી ઘરે તેડી લાવ્યો .
(trg)="b.MAT.1.24.1"> וייקץ יוסף משנתו ויעש כאשר צוהו מלאך יהוה ויקח אליו את אשתו ׃

(src)="b.MAT.1.25.1"> પરંતુ મરિયમે દીકરાને જન્મ આપ્યો ત્યાં સુધી યૂસફે તેને જાણી નહિ . તેણે તેનું નામ ઈસુ પાડ્યું .
(trg)="b.MAT.1.25.1"> ולא ידעה עד כי ילדה בן את בכורה ויקרא את שמו ישוע ׃

(src)="b.MAT.2.1.1"> ઈસુનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થયો હતો . હેરોદ રાજાના સમયમાં તેનો જન્મ થયો હતો . ઈસુનો જન્મ થયા પછી પૂર્વના પ્રદેશમાંથી જ્ઞાની માણસો યરૂશાલેમ આવ્યા .
(trg)="b.MAT.2.1.1"> ויהי כאשר נולד ישוע בבית לחם יהודה בימי הורדוס המלך ויבאו מגושים מארץ מזרח ירושלימה לאמר ׃

(src)="b.MAT.2.2.1"> જ્ઞાની માણસોએ લોકોને પૂછયું કે , “ નવજાત શિશુ જે યહૂદિઓનો રાજા છે તે ક્યાં છે ? અમે જે તારો જોયો છે તે બતાવે છે કે તેનો જન્મ થઈ ચૂકયો છે . અમે તેનો તારો પૂર્વમાં ઊગતો જોયો અને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ . ”
(trg)="b.MAT.2.2.1"> איה מלך היהודים הנולד כי ראינו את כוכבו במזרח ונבא להשתחות לו ׃

(src)="b.MAT.2.3.1"> યહૂદિઓના આ નવા રાજા વિષે હેરોદ રાજાએ સાંભળ્યું . આથી તે રાજા ખૂબજ બેચેન થયો અને યરૂશાલેમના બધા લોકો પણ ખૂબજ ચિંતાતુર થઈ ગયા .
(trg)="b.MAT.2.3.1"> ויהי כשמע הורדוס המלך את דבריהם ויבהל הוא וכל ירושלים עמו ׃

(src)="b.MAT.2.4.1"> હેરોદ યહૂદિઓના બધાજ પ્રમુખ યાજકો અને શાસ્ત્રીઓની એક સભા બોલાવી , તેઓને પૂછયું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ .
(trg)="b.MAT.2.4.1"> ויקהל את כל ראשי הכהנים וסופרי העם וידרש מאתם לאמר איפה יולד המשיח ׃

(src)="b.MAT.2.5.1"> તેઓએ ઉત્તર આપ્યો કે . “ ખ્રિસ્તનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થવો જોઈએ . પ્રબોધકે ધર્મશાસ્ત્રોમાં આ વિષે લખ્યું છે .
(trg)="b.MAT.2.5.1"> ויאמרו לו בבית לחם יהודה כי כן כתוב ביד הנביא ׃

(src)="b.MAT.2.6.1"> ‘ ઓ યદૂદિયા દેશના બેથલેહેમ , યહૂદિયાના નગરોથી કોઈપણ રીતે તું ઉત્તરતી કક્ષાનું નથી . તારામાંથી એક રાજા પેદા થશે તે રાજા મારી ઈસ્રાએલની પ્રજાને દોરવણી આપશે . ” મીખાહ 5 : 2
(trg)="b.MAT.2.6.1"> ואתה בית לחם ארץ יהודה אינך צעיר באלפי יהודה כי ממך יצא מושל אשר ירעה את עמי ישראל ׃

(src)="b.MAT.2.7.1"> પછી હેરોદે પૂર્વમાંથી જ્ઞાની માણસોની એક ગુપ્ત સભા બોલાવી . હેરોદ જ્ઞાની માણસો પાસેથી તારો દેખાવાનો ચૉક્કસ સમય જાણી લીધો .
(trg)="b.MAT.2.7.1"> אז קרא הורדוס למגושים בסתר ויחקר אתם לדעת עת הראות הכוכב ׃

(src)="b.MAT.2.8.1"> પછી હેરોદે જ્ઞાની માણસોને બેથલેહેમ મોકલ્યા . તેણે જ્ઞાની માણસોને કહયુ કે , “ જાઓ અને ખૂબજ કાળજીપૂર્વક નવા જન્મેલા બાળકને શોધી કાઢો . જ્યારે તમને તે બાળકનો પત્તો મળે તો મને આવીને જાણ કરો . જેથી હું પણ તેનું ભજન કરવા જઈ શકું . ”
(trg)="b.MAT.2.8.1"> וישלחם בית לחם ויאמר לכו חקרו היטב על דבר הילד והיה כי תמצאון אתו והגדתם לי ואבאה להשתחות לו גם אני ׃

(src)="b.MAT.2.9.1"> જ્ઞાની માણસોએ રાજાને સાંભળ્યો અને પછી ચાલી નીકળ્યા . તેમણે પૂર્વ દિશામાં જે તારો જોયો હતો . તે જ તારો તેમણે કરી જોયો અને તેઓ તેને અનુસર્યા . તારો તેમની આગળ ચાલ્યો અને આ બાળક જ્યાં હતું , તે જગ્યાએ તારો થંભ્યો .
(trg)="b.MAT.2.9.1"> ויהי כשמעם את דברי המלך וילכו והנה הכוכב אשר ראו במזרח דרך לפניהם עד באו אל מקום אשר שם הילד ויעמד ממעל לו ׃

(src)="b.MAT.2.10.1"> જ્ઞાની માણસો તારાને જોઈને ખૂબજ ખુશ થયા . તેઓના આનંદનો પાર ના રહ્યો .
(trg)="b.MAT.2.10.1"> ויראו את הכוכב וישמחו שמחה גדולה עד מאד ׃

(src)="b.MAT.2.11.1"> જ્ઞાની માણસો જ્યાં બાળક હતું , તે ઘરે આવી પહોચ્યાં . તેઓએ બાળક અને તેની મા મરિયમને જોઈ . તેઓએ નમન કર્યુ . અને તે બાળકનું ભજન કર્યુ . તે માણસોએ ખજાનાની પટીઓ ઉઘાડી અને બાળકને ભેટ આપવા માટે જે સોનું , લોબાન અને બોળ હતાં તે તેને અર્પણ કર્યો .
(trg)="b.MAT.2.11.1"> ויבאו הביתה וימצאו את הילד עם מרים אמו ויפל על פניהם וישתחוו לו ויפתחו את אוצרותם ויקריבו לו מנחה זהב ולבונה ומר ׃

(src)="b.MAT.2.12.1"> પણ દેવે તેમને હેરોદ પાસે પાછા નહિ જવા સ્વપ્નમાં ચેતવણી આપી . આમ , જ્ઞાની માણસો તેમના પોતાના દેશમાં બીજા રસ્તે પાછા ગયા .
(trg)="b.MAT.2.12.1"> ויצוו בחלום לבלתי שוב אל הורדוס וילכו בדרך אחר אל ארצם ׃

(src)="b.MAT.2.13.1"> જ્ઞાની માણસોના ગયા પછી , યૂસફને સ્વપ્નમાં પ્રભુનો દૂત દેખાયો . દૂતે કહ્યું કે , “ ઊભો થા ! બાળક અને તેની માને લઈને મિસરમા નાસી જા . હેરોદ બાળકની તપાસ શરૂ કરશે . તે તેને મારી નાખવા માગે છે . હું જ્યાં સુધી કહું કે બધું સલામત નથી , ત્યાં સુધી મિસરમાં જ રહેજે . ”
(trg)="b.MAT.2.13.1"> הם הלכו משם והנה מלאך יהוה נראה אל יוסף בחלום לאמר קום קח את הילד ואת אמו וברח לך מצרימה והיה שם עד אשר אמר אליך כי הורדוס צדה את הילד לאבדו ׃

(src)="b.MAT.2.14.1"> તેથી યૂસફ ઊઠયો અને બાળક અને તેની માને પોતાની સાથે લઈને મિસર જવા ચાલી નીકળ્યો . તેઓ રાત્રીના સમયે ચાલી નીકળ્યા .
(trg)="b.MAT.2.14.1"> ויקם ויקח את הילד ואת אמו בלילה ויברח מצרימה ׃

(src)="b.MAT.2.15.1"> હેરોદ મરણ પામ્યો ત્યાં સુધી યૂસફ મિસરમાં રોકાયો . પ્રભુએ પ્રબોધક દ્વારા જણાવ્યું હતું તે સાચું પડે માટે આમ બન્યું , “ મેં મારા પુત્રને મિસરમાંથી બહાર બોલાવી લીઘો . ”
(trg)="b.MAT.2.15.1"> ויהי שם עד מות הורדוס למלאת את אשר דבר יהוה ביד הנביא לאמר ממצרים קראתי לבני ׃

(src)="b.MAT.2.16.1"> જયારે હેરોદે જોયું કે જ્ઞાની માણસોએ તેને મૂર્ખ બનાવ્યો છે ત્યારે તે ખૂબજ ગુસ્સે થયો . તેથી તેણે હૂકમ કર્યો કે બેથલેહેમ અને તેની આસપાસના વિસ્તારમાં બધા જ છોકરાઓને મારી નાખો . હેરોદે જ્ઞાની માણસો પાસેથી બાળકના જન્મનો સમય જાણી લીધો . કે જે ( હાલના સમયથી ) બે વર્ષ પહેલાનો સમય હતો તેથી તેણે બે વર્ષની ઉંમરના કે તેથી નાના દરેક બાળકને મારી નાખાવનો હુકમ કર્યો .
(trg)="b.MAT.2.16.1"> וירא הורדוס כי התלו בו המגושים ויקצף מאד וישלח וימת את כל הילדים אשר בבית לחם ובכל גבוליה מבן שנתים ולמטה כפי העת אשר חקרה מפי המגושים ׃

(src)="b.MAT.2.17.1"> પ્રભુએ પ્રબોધક યર્મિયા દ્વારા જે ભવિષ્યવાણી જણાવીહતી તે પરિપૂર્ણ થઈ :
(trg)="b.MAT.2.17.1"> וימלא הדבר הנאמר בפי ירמיה הנביא לאמר ׃

(src)="b.MAT.2.18.1"> “ રામામાં એક અવાજ સંભળાયો . તે કારમા રૂદનનો અને અત્યંત શોકયુક્ત હતો . રાહેલ તેના બાળકો માટે રૂદન કરી રહી છે ; તે દિલાસો મેળવવાનો નકાર કરે છે , કારણ કે તેના બાળકો મરણ પામ્યા છે . ” યર્મિયા 31 : 15
(trg)="b.MAT.2.18.1"> קול ברמה נשמע נהי ובכי תמרורים רחל מבכה על בניה מאנה להנחם כי אינם ׃

(src)="b.MAT.2.19.1"> હેરોદના મરણ પછી , પ્રભુનો દૂત સ્વપ્નમાં યૂસફ પાસે આવ્યો . જ્યારે યૂસફ મિસરમાં હતો ત્યારે આમ થયું હતું .
(trg)="b.MAT.2.19.1"> ויהי אחרי מות הורדוס והנה מלאך יהוה נראה בחלום אל יוסף בארץ מצרים ׃

(src)="b.MAT.2.20.1"> દૂતે કહ્યું કે , “ ઊભો થા ! બાળક અને તેની માને લઈને ઈસ્રાએલ ચાલ્યો જા . જે લોકો બાળકને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા તે મરણ પામ્યા છે . ”
(trg)="b.MAT.2.20.1"> ויאמר אליו קום קח את הילד ואת אמו ולך שוב אל ארץ ישראל כי מתו המבקשים את נפש הילד ׃

(src)="b.MAT.2.21.1"> તેથી યૂસફ બાળક અને તેની માને લઈને ઈસ્રાએલ ગયો .
(trg)="b.MAT.2.21.1"> ויקם ויקח את הילד ואת אמו ויבא ארצה ישראל ׃

(src)="b.MAT.2.22.1"> પછી યૂસફે સાભળ્યું કે હેરોદના મરણ પછી તેનો પુત્ર આખિલાઉસ રાજા થયો છે ત્યારે યૂસફને ત્યાં જતાં ડર લાગ્યો ત્યારે સ્વપ્નમાં ચેતવણી મળી તેથી તે યહૂદિયાને બદલે ગાલીલ પ્રાંતમાં ગયો .
(trg)="b.MAT.2.22.1"> וכשמעו כי ארקלוס מלך ביהודה תחת הורדוס אביו ירא ללכת שמה ויצוה בחלום וילך לו אל ארצות הגליל ׃

(src)="b.MAT.2.23.1"> યૂસફ નાસરેથ ગામમાં ગયો . આમ એટલા માટે થયું , જેથી પ્રબોધકોનું કહેલુ પૂણ થાય . દેવે કહ્યું કે ખ્રિસ્ત નાઝારી કહેવાશે .
(trg)="b.MAT.2.23.1"> ויבא וישב בעיר אשר שמה נצרת למלאת הדבר הנאמר על פי הנביאים כי נצרי יקרא לו ׃

(src)="b.MAT.3.1.1"> સમયે યોહાન બાપ્તિસ્ત આવ્યો અને તેણે યહૂદિયાના ઉજજડ પ્રદેશમાં ઉપદેશ આપવાનું શરૂ કર્યુ .
(trg)="b.MAT.3.1.1"> בימים ההם בא יוחנן המטביל ויהי קרא במדבר יהודה לאמר ׃

(src)="b.MAT.3.2.1"> યોહાને કહ્યું કે , “ પસ્તાવો કરો , કારણ આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે . ”
(trg)="b.MAT.3.2.1"> שובו כי מלכות השמים הגיעה ׃

(src)="b.MAT.3.3.1"> યશાયા પ્રબોધકે જેના વિષે વાત કરી છે તે આ યોહાન બાપ્તિસ્મા કરનાર છે . યશાયા પ્રબોધકે કહ્યું છે : “ એક વ્યક્તિ ઉજજડ પ્રદેશમાં પોકાર કરે છે : ‘ પ્રભુ માટે માર્ગ તૈયાર કરો ; અને તેના માટેનો માર્ગ સીધો કરો . ” ‘ યશાયા 40 : 3
(trg)="b.MAT.3.3.1"> הלא זה הוא אשר נבא עליו ישעיהו הנביא לאמר קול קורא במדבר פנו דרך יהוה ישרו מסלותיו ׃

(src)="b.MAT.3.4.1"> યોહાનનાં વસ્રો ઊંટના વાળમાંથી બનાવેલાં હ6તાં . તેની કમરે ચામડાનો પટ્ટો . યોહાન તીડ અને જંગલી મઘ ખાતો હતો .
(trg)="b.MAT.3.4.1"> והוא יוחנן לבושו שער גמלים ואזור עור במתניו ומאכלו חגבים ודבש היער ׃

(src)="b.MAT.3.5.1"> યોહાનનો ઉપદેશ સાંભળવા લોકો યરૂશાલેમમથી , યર્દન નદીની આસપાસના સમગ્ર વિસ્તારમાંથી તથા યહૂદિયાના તમામ પ્રદેશોમાંથી આવતા હતાં .
(trg)="b.MAT.3.5.1"> ויצאו אליו ישבי ירושלים וכל יהודה וכל ככר הירדן ׃

(src)="b.MAT.3.6.1"> લોકોએ પોતાના પાપની કબૂલાત કરી અને યોહાને તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું .
(trg)="b.MAT.3.6.1"> ויטבלו על ידו בירדן מתודים את חטאתם ׃

(src)="b.MAT.3.7.1"> ફરોશીઓ અને સદૂકીઓ તે સ્થળે તેના દ્વારા બાપ્તિસ્મા પામવા માટે આવતા હતાં . યોહાને તેમને જોયા ત્યારે તેમને કહ્યું કે : “ તમે બધા સર્પો છો ! પ્રભુનો કોપ આવી રહ્યો છે તેમાંથી બચવા તમને કોણે ચેતવણી આપી છે ?
(trg)="b.MAT.3.7.1"> ויהי כראותו רבים מן הפרושים והצדוקים נגשים לטבילתו ויאמר להם ילדי הצפעונים מי השכיל אתכם להמלט מן הקצף הבא ׃

(src)="b.MAT.3.8.1"> તમે તમારા આચરણથી બતાવી આપો કે તમે ખરેખર પસ્તાવો કર્યો છે .
(trg)="b.MAT.3.8.1"> לכן עשו פרי הראוי לתשובה ׃

(src)="b.MAT.3.9.1"> તમે એમ ન માનતા કે ‘ ઈબ્રાહિમ અમારો પિતા છે ’ તેથી અમે ઉગરી જઈશું . દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાનો પેદા કરી શકે છે .
(trg)="b.MAT.3.9.1"> ואל תחשבו בלבבכם לאמר אברהם הוא אבינו כי אני אמר לכם כי מן האבנים האלה יכול האלהים להקים בנים לאברהם ׃

(src)="b.MAT.3.10.1"> અત્યારે પણ કુહાડી વૃક્ષોના મૂળ પાસે તૈયાર જ પડી છે . દરેક વૃક્ષ જે સારા ફળ આપતું નથી તેને કાપી નાંખશે , અને અગ્નિમાં ફેંકી દેશે .
(trg)="b.MAT.3.10.1"> וכבר הושם הגרזן על שרש העצים והנה כל עץ אשר איננו עשה פרי טוב יגדע וישלך באש ׃

(src)="b.MAT.3.11.1"> “ તમે તમારા હૃદય અને જીવન બદલ્યાં છે એમ દર્શાવવા માટે હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું . પણ હવે મારા પછી જે માણસ આવી રહ્યો છે , તે મારા કરતાં પણ મહાન છે જેનાં પગરખાં ઉપાડવા જેટલી પણ હું યોગ્યતા ધરાવતો નથી . તે તમને પવિત્ર આત્માથી અને અજ્ઞિથી બાપ્તિસ્મા આપશે .
(trg)="b.MAT.3.11.1"> הן אנכי טובל אתכם במים לתשובה והבא אחרי חזק הוא ממני אשר אינני כדי לשאת נעליו והוא יטבל אתכם ברוח הקדש ובאש ׃

(src)="b.MAT.3.12.1"> તેના હાથમાં સૂપડું છે જેના વડે અનાજને છોતરામાંથી જુદૂં પાડશે અને સાફ કરેલ સારા અનાજના દાણાને પોતાના કોઠારમાં ભરશે અને છોતરાંને એવા અગ્નિમાં બાળી નાખશે જે કદીયે હોલવાશે નહિ . ”
(trg)="b.MAT.3.12.1"> אשר בידו המזרה וזרה את גרנו ואסף את דגנו אל אוצרו ואת המץ ישרפנו באש אשר לא תכבה ׃

(src)="b.MAT.3.13.1"> તે સમયે ઈસુ ગાલીલથી યર્દન નદીએ આવ્યો . ઈસુ યોહાન પાસે આવ્યો અને યોહાન દ્વારા બાપ્તિસ્મા લેવાની પોતાની ઈચ્છા પ્રગટ કરી .
(trg)="b.MAT.3.13.1"> ויבא ישוע מן הגליל הירדנה אל יוחנן להטבל על ידו ׃

(src)="b.MAT.3.14.1"> પરંતુ યોહાન તેને રોકવાનો પ્રયત્ન કરતો હતો . યોહાને કહ્યું કે , “ તારા થકી બાપ્તિસ્મા પામવાની જરૂરીયાત વાળો તો હું છું ! તું મારી પાસે મારા થકી બાપ્તિસ્મા પામવા શા માટે આવ્યો છે ? ”
(trg)="b.MAT.3.14.1"> ויוחנן חשך אותו לאמר אני צריך להטבל על ידך ואתה בא אלי ׃

(src)="b.MAT.3.15.1"> ઈસુએ ઉત્તર આપ્યો , “ અત્યારે આમ જ થવા દે . દેવને જેની જરૂર છે તે બધું જ કરવું એ આપણા માટે સારું છે . ” જેથી યોહાન ઈસુને બાપ્તિસ્મા આપવા કબૂલ થયો .
(trg)="b.MAT.3.15.1"> ויען ישוע ויאמר אליו הניחה לי כי כן נאוה לנו למלא כל הצדקה וינח לו ׃

(src)="b.MAT.3.16.1"> બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ સીધે સીધો જ પાણીમાંથી બહાર આવ્યો . પછી તે વખતે આકાશ ઊઘડાયું અને તેણે દેવના આત્માને કબૂતરની જેમ નીચે આવતો અને પોતાની ઉપર ઊતરતો જોયો .
(trg)="b.MAT.3.16.1"> ויהי כאשר נטבל ישוע וימהר לעלות מן המים והנה נפתחו לו השמים וירא את רוח אלהים יורדת כיונה ונחה עליו ׃

(src)="b.MAT.3.17.1"> અને આકાશવાણી થઈ , “ આ મારો પુત્ર છે અને હું તેને ચાહું છું . અને તેનાથી હું ખૂબજ પ્રસન્ન છું . ”
(trg)="b.MAT.3.17.1"> והנה קול מן השמים אומר זה בני ידידי אשר רצתה נפשי בו ׃

(src)="b.MAT.4.1.1"> પછી શેતાન દ્વારા ઈસુનું પરીક્ષણ થાય તે માટે આત્મા તેને ઉજજડ પ્રદેશમાં લઈ ગયો .
(trg)="b.MAT.4.1.1"> אז נשא הרוח את ישוע המדברה למען ינסהו השטן ׃

(src)="b.MAT.4.2.1"> ઈસુએ ચાળીસ દિવસ અને રાત કાંઈ જ ખાધુ નહિ . આ પછી તે ખૂબ જ ભૂખ્યો થયો .
(trg)="b.MAT.4.2.1"> ויהי אחרי צומו ארבעים יום וארבעים לילה וירעב ׃

(src)="b.MAT.4.3.1"> ઈસુ પાસે લલચાવનાર શેતાન આવ્યો અને કહ્યુ કે , “ જો તું દેવનો દીકરો હોય , તો આ પથ્થરોને કહે કે , તેઓ રોટલી થઈ જાય . ”
(trg)="b.MAT.4.3.1"> ויגש אליו המנסה ויאמר אם בן האלהים אתה אמר לאבנים האלה ותהיין ללחם ׃

(src)="b.MAT.4.4.1"> ઈસુએ તેને ઉત્તરમાં કહ્યું કે , “ ધર્મશાસ્ત્રમા લખ્યું છે કે , ‘ માણસ ફક્ત રોટલીથી નહિ પરંતુ દેવના મુખમાંથી આવતા પ્રત્યેક વચનથી જીવન પામે છે . ” ‘ પુનર્નિયમ 8 : 3
(trg)="b.MAT.4.4.1"> ויען ויאמר הן כתוב לא על הלחם לבדו יחיה האדם כי על כל מוצא פי יי ׃

(src)="b.MAT.4.5.1"> પછી શેતાન ઈસુને પવિત્ર શહેર યરૂશાલેમમાં લઈ ગયો અને ઈસુને મંદિરના સૌથી ઊચા સ્થળે બેસાડે છે .
(trg)="b.MAT.4.5.1"> וישאהו השטן אל עיר הקדש ויעמידהו על פנת בית המקדש ׃

(src)="b.MAT.4.6.1"> પછી શેતાને કહ્યું કે , “ જો તું દેવનો દીકરો હોય તો કૂદકો માર . શા માટે ? કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે , ‘ દે પોતાના દૂતોને આજ્ઞા કરશે , અને તેમના હાથમાં તને ઝીલી લેશે , જેથી તારા પગ ખડક પર અથડાશે નહિ . ” ‘ ગીતશાસ્ત્ર 91 : 11-12
(trg)="b.MAT.4.6.1"> ויאמר אליו אם בן האלהים אתה התנפל למטה כי כתוב כי מלאכיו יצוה לך ועל כפים ישאונך פן תגף באבן רגלך ׃

(src)="b.MAT.4.7.1"> ઈસુએ તેને ઉત્તર આપ્યો , એના વિષે પણ શાસ્ત્રમા કહ્યું છે કે , પ્ભુ તારા દેવની પરીક્ષણ તું ન કર . ” ‘ પુનનિયમ 6 : 16
(trg)="b.MAT.4.7.1"> ויאמר אליו ישוע ועוד כתוב לא תנסה את יהוה אלהיך ׃

(src)="b.MAT.4.8.1"> પછી શેતાન ઈસુને ખૂબ ઊંચા પર્વત ઉપર લઈ ગયો અને અને ત્યાં તેને વિશ્વના બધાંજ રાજ્યો અને તેમાં આવેલ બધીજ ભવ્યતાનું દર્શન કરાવ્યું .
(trg)="b.MAT.4.8.1"> ויוסף השטן וישאהו אל הר גבה מאד ויראהו את כל ממלכות תבל וכבודן ׃

(src)="b.MAT.4.9.1"> તેણે કહ્યુ , “ જો તું પગે પડીને મારું ભજન કરીશ , તો હું આ બધી જ વસ્તુઓ તને આપીશ . ”
(trg)="b.MAT.4.9.1"> ויאמר אליו את כל זאת לך אתננה אם תקד ותשתחוה לי ׃

(src)="b.MAT.4.10.1"> ઈસુએ શેતાનને કહ્યુ , “ શેતાન ! ચાલ્યો જા , ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે , ‘ પ્રભુનું તારા દેવનું જ ભજન કર . ફક્ત તેની જ સેવા કર ! ” ‘ પુનર્નિયમ 6 : 13
(trg)="b.MAT.4.10.1"> ויאמר אליו ישוע סור ממני השטן כי כתוב ליהוה אלהיך תשתחוה ואותו לבדו תעבד ׃

(src)="b.MAT.4.11.1"> પછી શેતાન ઈસુને છોડી ચાલ્યો ગયો , ત્યાર પછી કેટલાએક દૂતો આવી તેને મદદ કરવા લાગ્યા .
(trg)="b.MAT.4.11.1"> וירף ממנו השטן והנה נגשו אליו מלאכים וישרתוהו ׃

(src)="b.MAT.4.12.1"> ઈસુએ સાંભળ્યું કે યોહાનને જેલમાં પૂર્યો છે . તેથી તે ગાલીલ પાછો ગયો .
(trg)="b.MAT.4.12.1"> ויהי כשמעו כי הסגירו את יוחנן וילך לו ארץ הגליל ׃

(src)="b.MAT.4.13.1"> તે નાઝરેથ ન રોકાતાં ઝબુલોન અને નફતાલીની નજીકના પ્રદેશમાં ગાલીલ સરોવર પાસે કફર-નહૂમમાં જઈને રહ્યો .
(trg)="b.MAT.4.13.1"> ויעזב את נצרת ויבא וישב בכפר נחום אשר על שפת הים בגבול זבלון ונפתלי ׃

(src)="b.MAT.4.14.1"> યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે સાચું પુરવાર કરવા માટે ઈસુએ આમ કર્યુ :
(trg)="b.MAT.4.14.1"> למלאת הנאמר על פי ישעיהו הנביא לאמר ׃

(src)="b.MAT.4.15.1"> “ ઝબુલોનના પ્રદેશમાં , અને નફતાલીન પ્રદેશમાં , સમુદ્ર તરફના રસ્તે ગાલીલમાં , યર્દન નદી પાસેના , જ્યાં વિદેશીઓ રહે છે .
(trg)="b.MAT.4.15.1"> ארצה זבלון וארצה נפתלי דרך הים עבר הירדן גליל הגוים ׃

(src)="b.MAT.4.16.1"> જેઓ અંધકારમાં જીવતા હતાં . પણ તેઓએ ઝળહળતો પ્રકાશ જોયો ; તે પ્રકાશ જે લોકો કબર જેવી અંધકારમય ધરતી પર જીવે છે તેમના માટે આવ્યો છે . ” યશાયા 9 : 1-2
(trg)="b.MAT.4.16.1"> העם ההלכים בחשך ראו אור גדול וישבי בארץ צלמות אור נגה עליהם ׃

(src)="b.MAT.4.17.1"> ત્યારથી ઈસુએ ઉપદેશ આપવો શરૂ કર્યો , તેણે કહ્યું કે , “ પસ્તાવો કરો , કારણ આકાશનું રાજ્ય આવી રહ્યું છે . ”
(trg)="b.MAT.4.17.1"> מן העת ההיא החל ישוע לקרא קרוא ואמור שובו כי הגיעה מלכות השמים ׃

(src)="b.MAT.4.18.1"> ઈસુ ગાલીલ સરોવર પાસેથી પસાર થતો હતો ત્યારે તેણે બે ભાઈઓ સિમોન ( જે પિતર કહેવાતો ) અને તેનો ભાઈ આન્દ્રિયાને જોયા . તેઓ જાળથી માછલા પકડતા હતાં . તેઓ માછીમાર હતા .
(trg)="b.MAT.4.18.1"> ויהי בהתהלכו על יד ים הגליל וירא שני אנשים אחים את שמעון הנקרא פטרוס ואת אנדרי אחיו והמה משליכים מצודה בים כי דיגים היו ׃

(src)="b.MAT.4.19.1"> ઈસુએ કહ્યું , “ ચાલો મારી પાછળ આવો . હું તમને જુદી જાતના માછીમાર બનાવીશ . તમારે માછલીઓ નહિ પણ લોકોને ભેગા કરવાનું કાર્ય કરવાનું છે . ”
(trg)="b.MAT.4.19.1"> ויאמר אליהם לכו אחרי ואשימכם לדיגי אנשים ׃

(src)="b.MAT.4.20.1"> તે બંને ભાઈઓ તેમની જાળો પડતી મૂકીને ઈસુની પાછળ ગયાં .
(trg)="b.MAT.4.20.1"> ויעזבו מהרה את המכמרות וילכו אחריו ׃

(src)="b.MAT.4.21.1"> ઈસુએ ગાલીલ સરોવર પાસે યાત્રા ચાલુ રાખી . તેણે ઝબદીના બે પુત્રો યાકૂબ અને યોહાનને જોયા . તેઓ તેમના પિતા ઝબદીની સાથે હોડીમાં બેસી માછલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા ત્યારે તેણે બીજા બે ભાઈઓને કહ્યું કે , મારી સાથે ચાલો .
(trg)="b.MAT.4.21.1"> ויהי כעברו משם וירא שני אנשים אחים אחרים את יעקב בן זבדי ואת יוחנן אחיו באניה עם זבדי אביהם מתקנים את מכמרותם ויקרא אליהם ׃

(src)="b.MAT.4.22.1"> બંને ભાઈઓ હોડી અને તેમના પિતાને પડતા મૂકી ઈસુની પાછળ ગયા .
(trg)="b.MAT.4.22.1"> ויעזבו מיד את האניה ואת אביהם וילכו אחריו ׃

(src)="b.MAT.4.23.1"> ઈસુ ગાલીલનો બધોજ પ્રદેશ ફર્યો અને લોકોને સભાસ્થાનોમાં ઉપદેશ આપ્યો અને આકાશના રાજ્ય વિષેની સુવાર્તાનો બોધ આપ્યો . તેણે લોકોનાં બધાંજ રોગો અને બીમારીઓ દૂર કર્યા .
(trg)="b.MAT.4.23.1"> ויסב ישוע בכל הגליל וילמד בבתי כנסיותיהם ויבשר בשורת המלכות וירפא כל מחלה וכל מדוה בעם ׃

(src)="b.MAT.4.24.1"> ઈસુ વિષેના આ સમાચાર આખા સિરિયામાં ફેલાઈ ગયા , આથી જેઓ પીડાતા હતા અને ભૂતવળગેલાઓને , તથા જેઓ વાઈ અને લકવાથી પીડાતા હતા તેઓને તેની પાસે લાવવામાં આવ્યાં ; અને ઈસુએ તે બધાને સાજા કર્યા .
(trg)="b.MAT.4.24.1"> ויצא שמעו בכל ארץ סוריא ויביאו אליו את כל החולים המענים בכל חלים ומכאובים ואחוזי שדים ומכי ירח ונכי אברים וירפאם ׃

(src)="b.MAT.4.25.1"> આથી ગાલીલથી તથા દશનગરથી તથા યરૂશાલેમથી તથા યહૂદિયાથી અને યર્દન નદી પારનો મોટો લોકસમુદાય તેની પાછળ ગયો .
(trg)="b.MAT.4.25.1"> וילכו אחריו המנים המנים מן הגליל ומן עשר הערים ומירושלים ויהודה ומעבר לירדן ׃

(src)="b.MAT.5.1.1"> ઈસુએ ત્યાં ઘણા લોકોને જોયા . તેથી તે ટેકરીના ઊચા ભાગ ઉપર જઈ બેસી ગયો , ત્યાં તેની પાસે તેના શિષ્યો આવ્યાં .
(trg)="b.MAT.5.1.1"> ויהי כראותו את המון העם ויעל ההרה וישב שם ויגשו אליו תלמידיו ׃

(src)="b.MAT.5.2.1"> ઈસુએ લોકોને ઉપદેશ આપતા આ પ્રમાણે કહ્યું :
(trg)="b.MAT.5.2.1"> ויפתח את פיהו וילמד אותם לאמר ׃

(src)="b.MAT.5.3.1"> “ જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે . કારણ કે આકાશનું રાજ્ય તેમના માટે છે .
(trg)="b.MAT.5.3.1"> אשרי עניי רוח כי להם מלכות השמים ׃

(src)="b.MAT.5.4.1"> જેઓ શોક કરી રહ્યા છે તેઓને ધન્ય છે . કારણ કે તેઓને દેવ દિલાસો આપશે .
(trg)="b.MAT.5.4.1"> אשרי האבלים כי הם ינחמו ׃

(src)="b.MAT.5.5.1"> જેઓ નમ્ર છે તેઓને પણ ધન્ય છે . કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે .
(trg)="b.MAT.5.5.1"> אשרי הענוים כי המה יירשו הארץ ׃

(src)="b.MAT.5.6.1"> બીજી કોઈપણ બાબત કરતાં જે યોગ્ય છે તે કરવાની જેઓની વધુ ઈચ્છા છે , તેઓને ધન્ય છે . કેમ કે તેઓની ઈચ્છા દેવ પૂર્ણ કરશે અને તેમને સંતોષ આપશે .
(trg)="b.MAT.5.6.1"> אשרי הרעבים והצמאים לצדקה כי הם ישבעו ׃

(src)="b.MAT.5.7.1"> જેઓ દયાળુ છે તેઓને ધન્ય છે . કેમ કે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે .
(trg)="b.MAT.5.7.1"> אשרי הרחמנים כי הם ירחמו ׃

(src)="b.MAT.5.8.1"> જેઓના વિચારો શુદ્ધ છે તેઓને પણ ધન્ય છે . કારણ કે તેઓને દેવના દર્શન થશે .
(trg)="b.MAT.5.8.1"> אשרי ברי לבב כי הם יחזו את האלהים ׃

(src)="b.MAT.5.9.1"> જેઓ શાંતિ માટે કાર્ય કરે છે તેઓને પણ ધન્ય છે . કારણ કે તેઓ દેવના દીકરાં કહેવાશે .
(trg)="b.MAT.5.9.1"> אשרי רדפי שלום כי בני אלהים יקראו ׃

(src)="b.MAT.5.10.1"> સત્કર્મો કરવાને લીધે જેઓના ઉપર જુલ્મ ગુજારવામાં આવેલો છે તેઓને ધન્ય છે . કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે .
(trg)="b.MAT.5.10.1"> אשרי הנרדפים על דבר הצדקה כי להם מלכות השמים ׃