# am/Amharic.xml.gz
# gu/Gujarati-NT.xml.gz
(src)="b.MAT.1.1.1"> የዳዊት ልጅ የአብርሃም ልጅ የኢየሱስ ክርስቶስ ትውልድ መጽሐፍ ።
(trg)="b.MAT.1.1.1"> આ ઈસુ ખ્રિસ્તનો કૌટુંબિક ઈતિહાસ છે . તે દાઉદના પરિવારમાંથી આવ્યો . અને દાઉદ ઈબ્રાહિમના પરિવારમાંથી આવ્યો .
(src)="b.MAT.1.2.1"> አብርሃም ይስሐቅን ወለደ ፤ ይስሐቅም ያዕቆብን ወለደ ፤ ያዕቆብም ይሁዳንና ወንድሞቹን ወለደ ፤
(trg)="b.MAT.1.2.1"> ઈબ્રાહિમ ઈસહાકનો પિતા હતો . ઈસહાક યાકૂબનો પિતા હતો . યાકૂબ યહૂદા અને તેના ભાઈઓનો પિતા હતો .
(src)="b.MAT.1.3.1"> ይሁዳም ከትዕማር ፋሬስንና ዛራን ወለደ ፤ ፋሬስም ኤስሮምን ወለደ ፤
(trg)="b.MAT.1.3.1"> યહૂદા પેરેસ અને ઝેરાહનો પિતા હતો . ( તેઓની મા તામાર હતી . ) પેરેસ હેસ્રોનનો પિતા હતો . હેસ્રોન આરામનો પિતા હતો .
(src)="b.MAT.1.4.1"> ኤስሮምም አራምን ወለደ ፤ አራምም አሚናዳብን ወለደ ፤ አሚናዳብም ነአሶንን ወለደ ፤ ነአሶንም ሰልሞንን ወለደ ፤
(trg)="b.MAT.1.4.1"> આરામ અમિનાદાબનો પિતા હતો . અમિનાદાબ નાહશોનનો પિતા હતો . નાહશોન સલ્મોનનો પિતા હતો .
(src)="b.MAT.1.5.1"> ሰልሞንም ከራኬብ ቦኤዝን ወለደ ፤ ቦኤዝም ከሩት ኢዮቤድን ወለደ ፤ ኢዮቤድም እሴይን ወለደ ፤
(trg)="b.MAT.1.5.1"> સલ્મોન બોઆઝનો પિતા હતો . ( બોઆઝની માતા રાહાબ હતી . ) બોઆઝ ઓબેદનો પિતા હતો . ( ઓબેદની માતા રૂથ હતી . ) ઓબેદ યશાઈનો પિતા હતો .
(src)="b.MAT.1.6.1"> እሴይም ንጉሥ ዳዊትን ወለደ ።
(trg)="b.MAT.1.6.1"> યશાઈ દાઉદ રાજાનો પિતા હતો . દાઉદ સુલેમાનનો પિતા હતો . ( સુલેમાનની મા પહેલા ઊરિયાની પત્ની હતી . )
(src)="b.MAT.1.7.1"> ሰሎሞንም ሮብዓምን ወለደ ፤ ሮብዓምም አቢያን ወለደ ፤ አቢያም አሣፍን ወለደ ፤
(trg)="b.MAT.1.7.1"> સુલેમાન રહાબામનો પિતા હતો . રહાબામ અબિયાનો પિતા હતો . અબિયા આસાનો પિતા હતો .
(src)="b.MAT.1.8.1"> አሣፍም ኢዮሣፍጥን ወለደ ፤ ኢዮሣፍጥም ኢዮራምን ወለደ ፤ ኢዮራምም ዖዝያንን ወለደ ፤
(trg)="b.MAT.1.8.1"> આસા યહોશાફાટનો પિતા હતો . યહોશાફાટ યોરામનો પિતા હતો . યોરામ ઉઝિયાનો પિતા હતો .
(src)="b.MAT.1.9.1"> ዖዝያንም ኢዮአታምን ወለደ ፤ ኢዮአታምም አካዝን ወለደ ፤
(trg)="b.MAT.1.9.1"> ઉઝિયા યોથામનો પિતા હતો . યોથામ આહાઝનો પિતા હતો . આહાઝ હિઝકિયાનો પિતા હતો .
(src)="b.MAT.1.10.1"> አካዝም ሕዝቅያስን ወለደ ፤ ሕዝቅያስም ምናሴን ወለደ ፤ ምናሴም አሞፅን ወለደ ፤
(trg)="b.MAT.1.10.1"> હિઝકિયા મનાશ્શાનો પિતા હતો . મનાશ્શા આમોનનો પિતા હતો . આમોન યોશિયાનો પિતા હતો .
(src)="b.MAT.1.11.1"> አሞፅም ኢዮስያስን ወለደ ፤ ኢዮስያስም በባቢሎን ምርኮ ጊዜ ኢኮንያንንና ወንድሞቹን ወለደ ።
(trg)="b.MAT.1.11.1"> યખોન્યા અને તેના ભાઈઓના પિતા યોશિયા હતો . ( યહૂદી લોકોને ગુલામ બનાવવા માટે બાબિલ મોકલવામાં આવ્યાં તે સમય દરમ્યાન તેનો જન્મ થયો . )
(src)="b.MAT.1.12.1"> ከባቢሎንም ምርኮ በኋላ ኢኮንያን ሰላትያልን ወለደ ፤ ሰላትያልም ዘሩባቤልን ወለደ ፤
(trg)="b.MAT.1.12.1"> બાબિલમાં તેઓને લઈ ગયા પછી : યખોન્યા શલથિયેલનો પિતા હતો . શલથિયેલ ઝરુંબ્બાબેલનો પિતા હતો .
(src)="b.MAT.1.13.1"> ዘሩባቤልም አብዩድን ወለደ ፤ አብዩድም ኤልያቄምን ወለደ ፤ ኤልያቄምም አዛርን ወለደ ፤
(trg)="b.MAT.1.13.1"> ઝરુંબ્બાબેલ અબિહૂદનો પિતા હતો . અબિહૂદ એલ્યાકીમનો પિતા હતો . એલ્યાકીમ અઝોરનો પિતા હતો .
(src)="b.MAT.1.14.1"> አዛርም ሳዶቅን ወለደ ፤ ሳዶቅም አኪምን ወለደ ፤ አኪምም ኤልዩድን ወለደ ፤
(trg)="b.MAT.1.14.1"> અઝોર સાદોકનો પિતા હતો . સાદોક આખીમનો પિતા હતો . આખીમ અલિહૂદનો પિતા હતો .
(src)="b.MAT.1.15.1"> ኤልዩድም አልዓዛርን ወለደ ፤ አልዓዛርም ማታንን ወለደ ፤ ማታንም ያዕቆብን ወለደ ፤
(trg)="b.MAT.1.15.1"> અલિહૂદ એલ્યાઝરનો પિતા હતો . એલ્યાઝર મથ્થાનનો પિતા હતો . મથ્થાન યાકૂબનો પિતા હતો .
(src)="b.MAT.1.16.1"> ያዕቆብም ክርስቶስ የተባለውን ኢየሱስን የወለደች የማርያምን እጮኛ ዮሴፍን ወለደ ።
(trg)="b.MAT.1.16.1"> યાકૂબ યૂસફનો પિતા હતો . યૂસફ મરિયમનો પતિ હતો . અને મરિયમ ઈસુની મા હતી . ઈસુ ખ્રિસ્ત તરીકે ઓળખાવા લાગ્યો .
(src)="b.MAT.1.17.1"> እንግዲህ ትውልድ ሁሉ ከአብርሃም እስከ ዳዊት አሥራ አራት ትውልድ ፥ ከዳዊትም እስከ ባቢሎን ምርኮ አሥራ አራት ትውልድ ፥ ከባቢሎንም ምርኮ እስከ ክርስቶስ አሥራ አራት ትውልድ ነው ።
(trg)="b.MAT.1.17.1"> આમ ઈબ્રાહિમથી દાઉદ સુધીની ચૌદ પેઢી થઈ દાઉદથી યહૂદી લોકોને બાબિલમાં લઈ ગયા ત્યાં સુધીની પણ યૌદ પેઢી થઈ અને એ લોકોને બાબિલમાં લઈ ગયા તે સમયથી ખ્રિસ્તના જન્મ સુધીની યૌદ પેઢી થઈ .
(src)="b.MAT.1.18.1"> የኢየሱስ ክርስቶስም ልደት እንዲህ ነበረ ። እናቱ ማርያም ለዮሴፍ በታጨች ጊዜ ሳይገናኙ ከመንፈስ ቅዱስ ፀንሳ ተገኘች ።
(trg)="b.MAT.1.18.1"> ઈસુ ખ્રિસ્તની મા મરિયમ હતી . ઈસુના જન્મ વિષેની હકીકત આ પ્રમાણે છે . તેની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થઈ હતી . લગ્ન પહેલા મરિયમને ખબર પડી કે તે પવિત્ર આત્માથી ગર્ભવતી થઈ છે .
(src)="b.MAT.1.19.1"> እጮኛዋ ዮሴፍም ጻድቅ ሆኖ ሊገልጣት ስላልወደደ በስውር ሊተዋት አሰበ ።
(trg)="b.MAT.1.19.1"> મરિયમનો પતિ યૂસફ , ખૂબજ ભલો માણસ હતો , તે જાહેરમાં મરિયમને લજ્જિત કરવા ઈચ્છતો ન હતો તેથી તેણે છૂટાછેડા આપવાનું ગુપ્ત રીતે નક્કી કર્યુ .
(src)="b.MAT.1.20.1"> እርሱ ግን ይህን ሲያስብ ፥ እነሆ የጌታ መልአክ በሕልም ታየው ፥ እንዲህም አለ ። የዳዊት ልጅ ዮሴፍ ሆይ ፥ ከእርስዋ የተፀነሰው ከመንፈስ ቅዱስ ነውና እጮኛህን ማርያምን ለመውሰድ አትፍራ ።
(trg)="b.MAT.1.20.1"> જયારે તે આ બાબતનો વિચાર કરતો હતો ત્યારે તેને પ્રભુનો દૂત દેખાયો . દૂતે કહયું કે , “ યૂસફ દાઉદના દીકરા તું મરિયમને તારી પત્ની તરીકે સ્વીકીરવામાં જરા પણ અચકાઈશ નહિ કારણ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે .
(src)="b.MAT.1.21.1"> ልጅም ትወልዳለች ፤ እርሱ ሕዝቡን ከኃጢአታቸው ያድናቸዋልና ስሙን ኢየሱስ ትለዋለህ ።
(trg)="b.MAT.1.21.1"> તે દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ પાડશે . તેને એવું નામ આપજે કારણ કે તે પોતાના લોકોને તેમના પાપોમાંથી મુક્ત કરશે . ”
(src)="b.MAT.1.22.1"> በነቢይ ከጌታ ዘንድ ።
(trg)="b.MAT.1.22.1"> આ બધુ તેને થશે કારણ કે પ્રબોધકો દ્વારા પ્રભુએ કહેલું ભવિષ્ય કથન પરિપૂર્ણ થાય .
(src)="b.MAT.1.23.1"> እነሆ ፥ ድንግል ትፀንሳለች ልጅም ትወልዳለች ፥ ስሙንም አማኑኤል ይሉታል የተባለው ይፈጸም ዘንድ ይህ ሁሉ ሆኖአል ፥ ትርጓሜውም ። እግዚአብሔር ከእኛ ጋር የሚል ነው ።
(trg)="b.MAT.1.23.1"> જુઓ , કુંવારી ગર્ભવતી થશે , તેને એક દીકરો જન્મશે અને તેનું નામ ઈમ્માનુએલ પાડવામાં આવશે . ” ( ઈમ્માનુએલ એટલે “ દેવ આપણી સાથે છે . ” )
(src)="b.MAT.1.24.1"> ዮሴፍም ከእንቅልፉ ነቅቶ የጌታ መልአክ እንዳዘዘው አደረገ ፤ እጮኛውንም ወሰደ ፤
(trg)="b.MAT.1.24.1"> જયારે યૂસફ જાગ્યો , ત્યારે પ્રભુના દૂતના આદેશને અનુસર્યો અને મરિયમને તેની પત્ની તરીકે સ્વીકારી ઘરે તેડી લાવ્યો .
(src)="b.MAT.1.25.1"> የበኩር ልጅዋንም እስክትወልድ ድረስ አላወቃትም ፤ ስሙንም ኢየሱስ አለው ።
(trg)="b.MAT.1.25.1"> પરંતુ મરિયમે દીકરાને જન્મ આપ્યો ત્યાં સુધી યૂસફે તેને જાણી નહિ . તેણે તેનું નામ ઈસુ પાડ્યું .
(src)="b.MAT.2.1.1"> ኢየሱስም በይሁዳ ቤተ ልሔም በንጉሡ በሄሮድስ ዘመን በተወለደ ጊዜ ፥ እነሆ ፥ ሰብአ ሰገል ። የተወለደው የአይሁድ ንጉሥ ወዴት ነው ? ኮከቡን በምሥራቅ አይተን ልንሰግድለት መጥተናልና እያሉ ከምሥራቅ ወደ ኢየሩሳሌም መጡ ።
(trg)="b.MAT.2.1.1"> ઈસુનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થયો હતો . હેરોદ રાજાના સમયમાં તેનો જન્મ થયો હતો . ઈસુનો જન્મ થયા પછી પૂર્વના પ્રદેશમાંથી જ્ઞાની માણસો યરૂશાલેમ આવ્યા .
(src)="b.MAT.2.3.1"> ንጉሡ ሄሮድስም ሰምቶ ደነገጠ ፥ ኢየሩሳሌምም ሁሉ ከእርሱ ጋር ፤
(trg)="b.MAT.2.3.1"> યહૂદિઓના આ નવા રાજા વિષે હેરોદ રાજાએ સાંભળ્યું . આથી તે રાજા ખૂબજ બેચેન થયો અને યરૂશાલેમના બધા લોકો પણ ખૂબજ ચિંતાતુર થઈ ગયા .
(src)="b.MAT.2.4.1"> የካህናትንም አለቆች የሕዝቡንም ጻፎች ሁሉ ሰብስቦ ክርስቶስ ወዴት እንዲወለድ ጠየቃቸው ።
(trg)="b.MAT.2.4.1"> હેરોદ યહૂદિઓના બધાજ પ્રમુખ યાજકો અને શાસ્ત્રીઓની એક સભા બોલાવી , તેઓને પૂછયું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ .
(src)="b.MAT.2.5.1"> እነርሱም ። አንቺ ቤተ ልሔም ፥ የይሁዳ ምድር ፥ ከይሁዳ ገዢዎች ከቶ አታንሽም ፤ ሕዝቤን እስራኤልን የሚጠብቅ መስፍን ከአንቺ ይወጣልና ተብሎ በነቢይ እንዲህ ተጽፎአልና በይሁዳ ቤተ ልሔም ነው አሉት ።
(trg)="b.MAT.2.5.1"> તેઓએ ઉત્તર આપ્યો કે . “ ખ્રિસ્તનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થવો જોઈએ . પ્રબોધકે ધર્મશાસ્ત્રોમાં આ વિષે લખ્યું છે .
(src)="b.MAT.2.7.1"> ከዚህ በኋላ ሄሮድስ ሰብአ ሰገልን በስውር ጠርቶ ኮከቡ የታየበትን ዘመን ከእነርሱ በጥንቃቄ ተረዳ ፥
(trg)="b.MAT.2.7.1"> પછી હેરોદે પૂર્વમાંથી જ્ઞાની માણસોની એક ગુપ્ત સભા બોલાવી . હેરોદ જ્ઞાની માણસો પાસેથી તારો દેખાવાનો ચૉક્કસ સમય જાણી લીધો .
(src)="b.MAT.2.8.1"> ወደ ቤተ ልሔምም እነርሱን ሰድዶ ። ሂዱ ፥ ስለ ሕፃኑ በጥንቃቄ መርምሩ ፤ ባገኛችሁትም ጊዜ እኔ ደግሞ መጥቼ እንድሰግድለት ንገሩኝ አላቸው ።
(trg)="b.MAT.2.8.1"> પછી હેરોદે જ્ઞાની માણસોને બેથલેહેમ મોકલ્યા . તેણે જ્ઞાની માણસોને કહયુ કે , “ જાઓ અને ખૂબજ કાળજીપૂર્વક નવા જન્મેલા બાળકને શોધી કાઢો . જ્યારે તમને તે બાળકનો પત્તો મળે તો મને આવીને જાણ કરો . જેથી હું પણ તેનું ભજન કરવા જઈ શકું . ”
(src)="b.MAT.2.9.1"> እነርሱም ንጉሡን ሰምተው ሄዱ ፤ እነሆም ፥ በምሥራቅ ያዩት ኮከብ ሕፃኑ ባለበት ላይ መጥቶ እስኪቆም ድረስ ይመራቸው ነበር ።
(trg)="b.MAT.2.9.1"> જ્ઞાની માણસોએ રાજાને સાંભળ્યો અને પછી ચાલી નીકળ્યા . તેમણે પૂર્વ દિશામાં જે તારો જોયો હતો . તે જ તારો તેમણે કરી જોયો અને તેઓ તેને અનુસર્યા . તારો તેમની આગળ ચાલ્યો અને આ બાળક જ્યાં હતું , તે જગ્યાએ તારો થંભ્યો .
(src)="b.MAT.2.10.1"> ኮከቡንም ባዩ ጊዜ በታላቅ ደስታ እጅግ ደስ አላቸው ።
(trg)="b.MAT.2.10.1"> જ્ઞાની માણસો તારાને જોઈને ખૂબજ ખુશ થયા . તેઓના આનંદનો પાર ના રહ્યો .
(src)="b.MAT.2.11.1"> ወደ ቤትም ገብተው ሕፃኑን ከእናቱ ከማርያም ጋር አዩት ፥ ወድቀውም ሰገዱለት ፥ ሣጥኖቻቸውንም ከፍተው እጅ መንሻ ወርቅና ዕጣን ከርቤም አቀረቡለት ።
(trg)="b.MAT.2.11.1"> જ્ઞાની માણસો જ્યાં બાળક હતું , તે ઘરે આવી પહોચ્યાં . તેઓએ બાળક અને તેની મા મરિયમને જોઈ . તેઓએ નમન કર્યુ . અને તે બાળકનું ભજન કર્યુ . તે માણસોએ ખજાનાની પટીઓ ઉઘાડી અને બાળકને ભેટ આપવા માટે જે સોનું , લોબાન અને બોળ હતાં તે તેને અર્પણ કર્યો .
(src)="b.MAT.2.12.1"> ወደ ሄሮድስም እንዳይመለሱ በሕልም ተረድተው በሌላ መንገድ ወደ አገራቸው ሄዱ ።
(trg)="b.MAT.2.12.1"> પણ દેવે તેમને હેરોદ પાસે પાછા નહિ જવા સ્વપ્નમાં ચેતવણી આપી . આમ , જ્ઞાની માણસો તેમના પોતાના દેશમાં બીજા રસ્તે પાછા ગયા .
(src)="b.MAT.2.13.1"> እነርሱም ከሄዱ በኋላ እነሆ ፥ የጌታ መልአክ በሕልም ለዮሴፍ ታይቶ ። ሄሮድስ ሕፃኑን ሊገድለው ይፈልገዋልና ተነሣ ፥ ሕፃኑንና እናቱንም ይዘህ ወደ ግብፅ ሽሽ ፥ እስክነግርህም ድረስ በዚያ ተቀመጥ አለው ።
(trg)="b.MAT.2.13.1"> જ્ઞાની માણસોના ગયા પછી , યૂસફને સ્વપ્નમાં પ્રભુનો દૂત દેખાયો . દૂતે કહ્યું કે , “ ઊભો થા ! બાળક અને તેની માને લઈને મિસરમા નાસી જા . હેરોદ બાળકની તપાસ શરૂ કરશે . તે તેને મારી નાખવા માગે છે . હું જ્યાં સુધી કહું કે બધું સલામત નથી , ત્યાં સુધી મિસરમાં જ રહેજે . ”
(src)="b.MAT.2.14.1"> እርሱም ተነሥቶ ሕፃኑንና እናቱን በሌሊት ያዘና ከጌታ ዘንድ በነቢይ ። ልጄን ከግብፅ ጠራሁት የተባለው እንዲፈጸም ወደ ግብፅ ሄደ ፥ ሄሮድስም እስኪሞት ድረስ በዚያ ኖረ ።
(trg)="b.MAT.2.14.1"> તેથી યૂસફ ઊઠયો અને બાળક અને તેની માને પોતાની સાથે લઈને મિસર જવા ચાલી નીકળ્યો . તેઓ રાત્રીના સમયે ચાલી નીકળ્યા .
(src)="b.MAT.2.16.1"> ከዚህ በኋላ ሄሮድስ ሰብአ ሰገል እንደ ተሣለቁበት ባየ ጊዜ እጅግ ተቆጣና ልኮ ከሰብአ ሰገል እንደ ተረዳው ዘመን በቤተ ልሔምና በአውራጃዋ የነበሩትን ፥ ሁለት ዓመት የሆናቸውን ከዚያም የሚያንሱትን ሕፃናት ሁሉ አስገደለ ።
(trg)="b.MAT.2.16.1"> જયારે હેરોદે જોયું કે જ્ઞાની માણસોએ તેને મૂર્ખ બનાવ્યો છે ત્યારે તે ખૂબજ ગુસ્સે થયો . તેથી તેણે હૂકમ કર્યો કે બેથલેહેમ અને તેની આસપાસના વિસ્તારમાં બધા જ છોકરાઓને મારી નાખો . હેરોદે જ્ઞાની માણસો પાસેથી બાળકના જન્મનો સમય જાણી લીધો . કે જે ( હાલના સમયથી ) બે વર્ષ પહેલાનો સમય હતો તેથી તેણે બે વર્ષની ઉંમરના કે તેથી નાના દરેક બાળકને મારી નાખાવનો હુકમ કર્યો .
(src)="b.MAT.2.17.1"> ያን ጊዜ በነቢዩ በኤርምያስ ፥ ድምፅ በራማ ተሰማ ፥ ልቅሶና ብዙ ዋይታ ፤ ራሔል ስለ ልጆችዋ አለቀሰች ፥ መጽናናትም አልወደደችም ፥ የሉምና የተባለው ተፈጸመ ።
(trg)="b.MAT.2.17.1"> પ્રભુએ પ્રબોધક યર્મિયા દ્વારા જે ભવિષ્યવાણી જણાવીહતી તે પરિપૂર્ણ થઈ :
(src)="b.MAT.2.19.1"> ሄሮድስም ከሞተ በኋላ ፥ እነሆ ፥ የጌታ መልአክ በግብፅ ለዮሴፍ በሕልም ታይቶ ።
(trg)="b.MAT.2.19.1"> હેરોદના મરણ પછી , પ્રભુનો દૂત સ્વપ્નમાં યૂસફ પાસે આવ્યો . જ્યારે યૂસફ મિસરમાં હતો ત્યારે આમ થયું હતું .
(src)="b.MAT.2.20.1"> የሕፃኑን ነፍስ የፈለጉት ሞተዋልና ተነሣ ፥ ሕፃኑን እናቱንም ይዘህ ወደ እስራኤል አገር ሂድ አለ ።
(trg)="b.MAT.2.20.1"> દૂતે કહ્યું કે , “ ઊભો થા ! બાળક અને તેની માને લઈને ઈસ્રાએલ ચાલ્યો જા . જે લોકો બાળકને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા તે મરણ પામ્યા છે . ”
(src)="b.MAT.2.21.1"> እርሱም ተነሥቶ ሕፃኑንና እናቱን ያዘና ወደ እስራኤል አገር ገባ ።
(trg)="b.MAT.2.21.1"> તેથી યૂસફ બાળક અને તેની માને લઈને ઈસ્રાએલ ગયો .
(src)="b.MAT.2.22.1"> በአባቱም በሄሮድስ ፈንታ አርኬላዎስ በይሁዳ እንደ ነገሠ በሰማ ጊዜ ፥ ወደዚያ መሄድን ፈራ ፤ በሕልምም ተረድቶ ወደ ገሊላ አገር ሄደ ፤
(trg)="b.MAT.2.22.1"> પછી યૂસફે સાભળ્યું કે હેરોદના મરણ પછી તેનો પુત્ર આખિલાઉસ રાજા થયો છે ત્યારે યૂસફને ત્યાં જતાં ડર લાગ્યો ત્યારે સ્વપ્નમાં ચેતવણી મળી તેથી તે યહૂદિયાને બદલે ગાલીલ પ્રાંતમાં ગયો .
(src)="b.MAT.2.23.1"> በነቢያት ። ናዝራዊ ይባላል የተባለው ይፈጸም ዘንድ ፥ ናዝሬት ወደምትባል ከተማ መጥቶ ኖረ ።
(trg)="b.MAT.2.23.1"> યૂસફ નાસરેથ ગામમાં ગયો . આમ એટલા માટે થયું , જેથી પ્રબોધકોનું કહેલુ પૂણ થાય . દેવે કહ્યું કે ખ્રિસ્ત નાઝારી કહેવાશે .
(src)="b.MAT.3.1.1"> በዚያም ወራት መጥምቁ ዮሐንስ ። መንግሥተ ሰማያት ቀርባለችና ንስሐ ግቡ ብሎ በይሁዳ ምድረ በዳ እየሰበከ መጣ ።
(trg)="b.MAT.3.1.1"> સમયે યોહાન બાપ્તિસ્ત આવ્યો અને તેણે યહૂદિયાના ઉજજડ પ્રદેશમાં ઉપદેશ આપવાનું શરૂ કર્યુ .
(src)="b.MAT.3.3.1"> በነቢዩ በኢሳይያስ ። የጌታን መንገድ አዘጋጁ ጥርጊያውንም አቅኑ እያለ በምድረ በዳ የሚጮህ ሰው ድምፅ የተባለለት ይህ ነውና ።
(trg)="b.MAT.3.3.1"> યશાયા પ્રબોધકે જેના વિષે વાત કરી છે તે આ યોહાન બાપ્તિસ્મા કરનાર છે . યશાયા પ્રબોધકે કહ્યું છે : “ એક વ્યક્તિ ઉજજડ પ્રદેશમાં પોકાર કરે છે : ‘ પ્રભુ માટે માર્ગ તૈયાર કરો ; અને તેના માટેનો માર્ગ સીધો કરો . ” ‘ યશાયા 40 : 3
(src)="b.MAT.3.4.1"> ራሱም ዮሐንስ የግመል ጠጉር ልብስ ነበረው ፥ በወገቡም ጠፍር ይታጠቅ ነበር ፤ ምግቡም አንበጣና የበረሀ ማር ነበረ ።
(trg)="b.MAT.3.4.1"> યોહાનનાં વસ્રો ઊંટના વાળમાંથી બનાવેલાં હ6તાં . તેની કમરે ચામડાનો પટ્ટો . યોહાન તીડ અને જંગલી મઘ ખાતો હતો .
(src)="b.MAT.3.5.1"> ያን ጊዜ ኢየሩሳሌም ይሁዳም ሁሉ በዮርዳኖስም ዙሪያ ያለ አገር ሁሉ ወደ እርሱ ይወጡ ነበር ፤
(trg)="b.MAT.3.5.1"> યોહાનનો ઉપદેશ સાંભળવા લોકો યરૂશાલેમમથી , યર્દન નદીની આસપાસના સમગ્ર વિસ્તારમાંથી તથા યહૂદિયાના તમામ પ્રદેશોમાંથી આવતા હતાં .
(src)="b.MAT.3.6.1"> ኃጢአታቸውንም እየተናዘዙ በዮርዳኖስ ወንዝ ከእርሱ ይጠመቁ ነበር ።
(trg)="b.MAT.3.6.1"> લોકોએ પોતાના પાપની કબૂલાત કરી અને યોહાને તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું .
(src)="b.MAT.3.7.1"> ዳሩ ግን ከፈሪሳውያንና ከሰዱቃውያን ብዙዎች ወደ ጥምቀቱ ሲመጡ ባየ ጊዜ ፥ እንዲህ አላቸው ። እናንተ የእፉኝት ልጆች ፥ ከሚመጣው ቍጣ እንድትሸሹ ማን አመለከታችሁ ?
(trg)="b.MAT.3.7.1"> ફરોશીઓ અને સદૂકીઓ તે સ્થળે તેના દ્વારા બાપ્તિસ્મા પામવા માટે આવતા હતાં . યોહાને તેમને જોયા ત્યારે તેમને કહ્યું કે : “ તમે બધા સર્પો છો ! પ્રભુનો કોપ આવી રહ્યો છે તેમાંથી બચવા તમને કોણે ચેતવણી આપી છે ?
(src)="b.MAT.3.8.1"> እንግዲህ ለንስሐ የሚገባ ፍሬ አድርጉ ፤
(trg)="b.MAT.3.8.1"> તમે તમારા આચરણથી બતાવી આપો કે તમે ખરેખર પસ્તાવો કર્યો છે .
(src)="b.MAT.3.9.1"> በልባችሁም ። አብርሃም አባት አለን እንደምትሉ አይምሰላችሁ ፤ እላችኋለሁና ። ከነዚህ ድንጋዮች ለአብርሃም ልጆች ሊያስነሣለት እግዚአብሔር ይችላል ።
(trg)="b.MAT.3.9.1"> તમે એમ ન માનતા કે ‘ ઈબ્રાહિમ અમારો પિતા છે ’ તેથી અમે ઉગરી જઈશું . દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાનો પેદા કરી શકે છે .
(src)="b.MAT.3.10.1"> አሁንስ ምሳር በዛፎች ሥር ተቀምጦአል ፤ እንግዲህ መልካም ፍሬ የማያደርግ ዛፍ ሁሉ ይቈረጣል ወደ እሳትም ይጣላል ።
(trg)="b.MAT.3.10.1"> અત્યારે પણ કુહાડી વૃક્ષોના મૂળ પાસે તૈયાર જ પડી છે . દરેક વૃક્ષ જે સારા ફળ આપતું નથી તેને કાપી નાંખશે , અને અગ્નિમાં ફેંકી દેશે .
(src)="b.MAT.3.11.1"> እኔስ ለንስሐ በውኃ አጠምቃችኋለሁ ፤ ጫማውን እሸከም ዘንድ የማይገባኝ ከእኔ በኋላ የሚመጣው ግን ከእኔ ይልቅ ይበረታል ፤ እርሱ በመንፈስ ቅዱስ በእሳትም ያጠምቃችኋል ፤
(trg)="b.MAT.3.11.1"> “ તમે તમારા હૃદય અને જીવન બદલ્યાં છે એમ દર્શાવવા માટે હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું . પણ હવે મારા પછી જે માણસ આવી રહ્યો છે , તે મારા કરતાં પણ મહાન છે જેનાં પગરખાં ઉપાડવા જેટલી પણ હું યોગ્યતા ધરાવતો નથી . તે તમને પવિત્ર આત્માથી અને અજ્ઞિથી બાપ્તિસ્મા આપશે .
(src)="b.MAT.3.12.1"> መንሹም በእጁ ነው ፥ አውድማውንም ፈጽሞ ያጠራል ፥ ስንዴውንም በጎተራው ይከታል ፥ ገለባውን ግን በማይጠፋ እሳት ያቃጥለዋል ።
(trg)="b.MAT.3.12.1"> તેના હાથમાં સૂપડું છે જેના વડે અનાજને છોતરામાંથી જુદૂં પાડશે અને સાફ કરેલ સારા અનાજના દાણાને પોતાના કોઠારમાં ભરશે અને છોતરાંને એવા અગ્નિમાં બાળી નાખશે જે કદીયે હોલવાશે નહિ . ”
(src)="b.MAT.3.13.1"> ያን ጊዜ ኢየሱስ በዮሐንስ ሊጠመቅ ከገሊላ ወደ ዮርዳኖስ መጣ ።
(trg)="b.MAT.3.13.1"> તે સમયે ઈસુ ગાલીલથી યર્દન નદીએ આવ્યો . ઈસુ યોહાન પાસે આવ્યો અને યોહાન દ્વારા બાપ્તિસ્મા લેવાની પોતાની ઈચ્છા પ્રગટ કરી .
(src)="b.MAT.3.14.1"> ዮሐንስ ግን ። እኔ በአንተ ልጠመቅ ያስፈልገኛል አንተም ወደ እኔ ትመጣለህን ? ብሎ ይከለክለው ነበር ።
(trg)="b.MAT.3.14.1"> પરંતુ યોહાન તેને રોકવાનો પ્રયત્ન કરતો હતો . યોહાને કહ્યું કે , “ તારા થકી બાપ્તિસ્મા પામવાની જરૂરીયાત વાળો તો હું છું ! તું મારી પાસે મારા થકી બાપ્તિસ્મા પામવા શા માટે આવ્યો છે ? ”
(src)="b.MAT.3.15.1"> ኢየሱስም መልሶ ። አሁንስ ፍቀድልኝ ፤ እንዲህ ጽድቅን ሁሉ መፈጸም ይገባናልና አለው ። ያን ጊዜ ፈቀደለት ።
(trg)="b.MAT.3.15.1"> ઈસુએ ઉત્તર આપ્યો , “ અત્યારે આમ જ થવા દે . દેવને જેની જરૂર છે તે બધું જ કરવું એ આપણા માટે સારું છે . ” જેથી યોહાન ઈસુને બાપ્તિસ્મા આપવા કબૂલ થયો .
(src)="b.MAT.3.16.1"> ኢየሱስም ከተጠመቀ በኋላ ወዲያው ከውኃ ወጣ ፤ እነሆም ፥ ሰማያት ተከፈቱ የእግዚአብሔርም መንፈስ እንደ ርግብ ሲወርድ በእርሱ ላይም ሲመጣ አየ ፤
(trg)="b.MAT.3.16.1"> બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ સીધે સીધો જ પાણીમાંથી બહાર આવ્યો . પછી તે વખતે આકાશ ઊઘડાયું અને તેણે દેવના આત્માને કબૂતરની જેમ નીચે આવતો અને પોતાની ઉપર ઊતરતો જોયો .
(src)="b.MAT.3.17.1"> እነሆም ፥ ድምፅ ከሰማያት መጥቶ ። በእርሱ ደስ የሚለኝ የምወደው ልጄ ይህ ነው አለ ።
(trg)="b.MAT.3.17.1"> અને આકાશવાણી થઈ , “ આ મારો પુત્ર છે અને હું તેને ચાહું છું . અને તેનાથી હું ખૂબજ પ્રસન્ન છું . ”
(src)="b.MAT.4.1.1"> ከዚያ ወዲያ ኢየሱስ ከዲያብሎስ ይፈተን ዘንድ መንፈስ ወደ ምድረ በዳ ወሰደው ፥
(trg)="b.MAT.4.1.1"> પછી શેતાન દ્વારા ઈસુનું પરીક્ષણ થાય તે માટે આત્મા તેને ઉજજડ પ્રદેશમાં લઈ ગયો .
(src)="b.MAT.4.2.1"> አርባ ቀንና አርባ ሌሊትም ከጦመ በኋላ ተራበ ።
(trg)="b.MAT.4.2.1"> ઈસુએ ચાળીસ દિવસ અને રાત કાંઈ જ ખાધુ નહિ . આ પછી તે ખૂબ જ ભૂખ્યો થયો .
(src)="b.MAT.4.3.1"> ፈታኝም ቀርቦ ። የእግዚአብሔር ልጅ ከሆንህ ፥ እነዚህ ድንጋዮች እንጀራ እንዲሆኑ በል አለው ።
(trg)="b.MAT.4.3.1"> ઈસુ પાસે લલચાવનાર શેતાન આવ્યો અને કહ્યુ કે , “ જો તું દેવનો દીકરો હોય , તો આ પથ્થરોને કહે કે , તેઓ રોટલી થઈ જાય . ”
(src)="b.MAT.4.4.1"> እርሱም መልሶ ። ሰው ከእግዚአብሔር አፍ በሚወጣ ቃል ሁሉ እንጂ በእንጀራ ብቻ አይኖርም ተብሎ ተጽፎአል አለው ።
(trg)="b.MAT.4.4.1"> ઈસુએ તેને ઉત્તરમાં કહ્યું કે , “ ધર્મશાસ્ત્રમા લખ્યું છે કે , ‘ માણસ ફક્ત રોટલીથી નહિ પરંતુ દેવના મુખમાંથી આવતા પ્રત્યેક વચનથી જીવન પામે છે . ” ‘ પુનર્નિયમ 8 : 3
(src)="b.MAT.4.5.1"> ከዚህ በኋላ ዲያቢሎስ ወደ ቅድስት ከተማ ወሰደውና እርሱን በመቅደስ ጫፍ ላይ አቁሞ ።
(trg)="b.MAT.4.5.1"> પછી શેતાન ઈસુને પવિત્ર શહેર યરૂશાલેમમાં લઈ ગયો અને ઈસુને મંદિરના સૌથી ઊચા સ્થળે બેસાડે છે .
(src)="b.MAT.4.6.1"> መላእክቱን ስለ አንተ ያዝልሃል እግርህንም በድንጋይ ከቶ እንዳትሰናከል በእጃቸው ያነሡሃል ተብሎ ተጽፎአልና የእግዚአብሔር ልጅስ ከሆንህ ፥ ወደ ታች ራስህን ወርውር አለው ።
(trg)="b.MAT.4.6.1"> પછી શેતાને કહ્યું કે , “ જો તું દેવનો દીકરો હોય તો કૂદકો માર . શા માટે ? કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે , ‘ દે પોતાના દૂતોને આજ્ઞા કરશે , અને તેમના હાથમાં તને ઝીલી લેશે , જેથી તારા પગ ખડક પર અથડાશે નહિ . ” ‘ ગીતશાસ્ત્ર 91 : 11-12
(src)="b.MAT.4.7.1"> ኢየሱስም ። ጌታን አምላክህን አትፈታተነው ተብሎ ደግሞ ተጽፎአል አለው ።
(trg)="b.MAT.4.7.1"> ઈસુએ તેને ઉત્તર આપ્યો , એના વિષે પણ શાસ્ત્રમા કહ્યું છે કે , પ્ભુ તારા દેવની પરીક્ષણ તું ન કર . ” ‘ પુનનિયમ 6 : 16
(src)="b.MAT.4.8.1"> ደግሞ ዲያቢሎስ እጅግ ረጅም ወደ ሆነ ተራራ ወሰደው ፥ የዓለምንም መንግሥታት ሁሉ ክብራቸውንም አሳይቶ ።
(trg)="b.MAT.4.8.1"> પછી શેતાન ઈસુને ખૂબ ઊંચા પર્વત ઉપર લઈ ગયો અને અને ત્યાં તેને વિશ્વના બધાંજ રાજ્યો અને તેમાં આવેલ બધીજ ભવ્યતાનું દર્શન કરાવ્યું .
(src)="b.MAT.4.9.1"> ወድቀህ ብትሰግድልኝ ይህን ሁሉ እሰጥሃለሁ አለው ።
(trg)="b.MAT.4.9.1"> તેણે કહ્યુ , “ જો તું પગે પડીને મારું ભજન કરીશ , તો હું આ બધી જ વસ્તુઓ તને આપીશ . ”
(src)="b.MAT.4.10.1"> ያን ጊዜ ኢየሱስ ። ሂድ ፥ አንተ ሰይጣን ለጌታህ ለአምላክህ ስገድ እርሱንም ብቻ አምልክ ተብሎ ተጽፎአልና አለው ።
(trg)="b.MAT.4.10.1"> ઈસુએ શેતાનને કહ્યુ , “ શેતાન ! ચાલ્યો જા , ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે , ‘ પ્રભુનું તારા દેવનું જ ભજન કર . ફક્ત તેની જ સેવા કર ! ” ‘ પુનર્નિયમ 6 : 13
(src)="b.MAT.4.11.1"> ያን ጊዜ ዲያቢሎስ ተወው ፥ እነሆም ፥ መላእክት ቀርበው ያገለግሉት ነበር ።
(trg)="b.MAT.4.11.1"> પછી શેતાન ઈસુને છોડી ચાલ્યો ગયો , ત્યાર પછી કેટલાએક દૂતો આવી તેને મદદ કરવા લાગ્યા .
(src)="b.MAT.4.12.1"> ኢየሱስም ዮሐንስ አልፎ እንደ ተሰጠ በሰማ ጊዜ ወደ ገሊላ ፈቀቅ ብሎ ሄደ ።
(trg)="b.MAT.4.12.1"> ઈસુએ સાંભળ્યું કે યોહાનને જેલમાં પૂર્યો છે . તેથી તે ગાલીલ પાછો ગયો .
(src)="b.MAT.4.13.1"> ናዝሬትንም ትቶ በዛብሎንና በንፍታሌም አገር በባሕር አጠገብ ወደ አለችው ወደ ቅፍርናሆም መጥቶ ኖረ ።
(trg)="b.MAT.4.13.1"> તે નાઝરેથ ન રોકાતાં ઝબુલોન અને નફતાલીની નજીકના પ્રદેશમાં ગાલીલ સરોવર પાસે કફર-નહૂમમાં જઈને રહ્યો .
(src)="b.MAT.4.14.1"> በነቢዩም በኢሳይያስ ። የዛብሎን ምድርና የንፍታሌም ምድር ፥ የባሕር መንገድ ፥ በዮርዳኖስ ማዶ ፥ የአሕዛብ ገሊላ ፤ በጨለማ የተቀመጠው ሕዝብ ታላቅ ብርሃን አየ ፥ በሞት አገርና ጥላ ለተቀመጡትም ብርሃን ወጣላቸው
(trg)="b.MAT.4.14.1"> યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે સાચું પુરવાર કરવા માટે ઈસુએ આમ કર્યુ :
(src)="b.MAT.4.17.1"> የተባለው ይፈጸም ዘንድ ይህ ሆነ ። ከዚያ ዘመን ጀምሮ ኢየሱስ ። መንግሥተ ሰማያት ቀርባለችና ንስሐ ግቡ እያለ ይሰብክ ጀመር ።
(trg)="b.MAT.4.17.1"> ત્યારથી ઈસુએ ઉપદેશ આપવો શરૂ કર્યો , તેણે કહ્યું કે , “ પસ્તાવો કરો , કારણ આકાશનું રાજ્ય આવી રહ્યું છે . ”
(src)="b.MAT.4.18.1"> በገሊላ ባሕር አጠገብ ሲመላለስም ሁለት ወንድማማች ጴጥሮስ የሚሉትን ስምዖንን ወንድሙንም እንድርያስን መረባቸውን ወደ ባሕር ሲጥሉ አየ ፥ ዓሣ አጥማጆች ነበሩና ።
(trg)="b.MAT.4.18.1"> ઈસુ ગાલીલ સરોવર પાસેથી પસાર થતો હતો ત્યારે તેણે બે ભાઈઓ સિમોન ( જે પિતર કહેવાતો ) અને તેનો ભાઈ આન્દ્રિયાને જોયા . તેઓ જાળથી માછલા પકડતા હતાં . તેઓ માછીમાર હતા .
(src)="b.MAT.4.19.1"> እርሱም ። በኋላዬ ኑና ሰዎችን አጥማጆች እንድትሆኑ አደርጋችኋለሁ አላቸው ።
(trg)="b.MAT.4.19.1"> ઈસુએ કહ્યું , “ ચાલો મારી પાછળ આવો . હું તમને જુદી જાતના માછીમાર બનાવીશ . તમારે માછલીઓ નહિ પણ લોકોને ભેગા કરવાનું કાર્ય કરવાનું છે . ”
(src)="b.MAT.4.20.1"> ወዲያውም መረባቸውን ትተው ተከተሉት ።
(trg)="b.MAT.4.20.1"> તે બંને ભાઈઓ તેમની જાળો પડતી મૂકીને ઈસુની પાછળ ગયાં .
(src)="b.MAT.4.21.1"> ከዚያም እልፍ ብሎ ሌሎችን ሁለት ወንድማማች የዘብዴዎስን ልጅ ያዕቆብን ወንድሙንም ዮሐንስን ከአባታቸው ከዘብዴዎስ ጋር በታንኳ መረባቸውን ሲያበጁ አየ ፤ ጠራቸውም ።
(trg)="b.MAT.4.21.1"> ઈસુએ ગાલીલ સરોવર પાસે યાત્રા ચાલુ રાખી . તેણે ઝબદીના બે પુત્રો યાકૂબ અને યોહાનને જોયા . તેઓ તેમના પિતા ઝબદીની સાથે હોડીમાં બેસી માછલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા ત્યારે તેણે બીજા બે ભાઈઓને કહ્યું કે , મારી સાથે ચાલો .
(src)="b.MAT.4.22.1"> እነርሱም ወዲያው ታንኳይቱንና አባታቸውን ትተው ተከተሉት ።
(trg)="b.MAT.4.22.1"> બંને ભાઈઓ હોડી અને તેમના પિતાને પડતા મૂકી ઈસુની પાછળ ગયા .
(src)="b.MAT.4.23.1"> ኢየሱስም በምኩራቦቻቸው እያስተማረ የመንግሥትንም ወንጌል እየሰበከ በሕዝብም ያለውን ደዌና ሕማም ሁሉ እየፈወሰ በገሊላ ሁሉ ይዞር ነበር ።
(trg)="b.MAT.4.23.1"> ઈસુ ગાલીલનો બધોજ પ્રદેશ ફર્યો અને લોકોને સભાસ્થાનોમાં ઉપદેશ આપ્યો અને આકાશના રાજ્ય વિષેની સુવાર્તાનો બોધ આપ્યો . તેણે લોકોનાં બધાંજ રોગો અને બીમારીઓ દૂર કર્યા .
(src)="b.MAT.4.24.1"> ዝናውም ወደ ሶርያ ሁሉ ወጣ ፤ በልዩ ልዩ ደዌና ሥቃይም ተይዘው የታመሙትን ሁሉ አጋንንትም ያደሩባቸውን በጨረቃም የሚነሣባቸውን ሽባዎችንም ወደ እርሱ አመጡ ፥ ፈወሳቸውም ።
(trg)="b.MAT.4.24.1"> ઈસુ વિષેના આ સમાચાર આખા સિરિયામાં ફેલાઈ ગયા , આથી જેઓ પીડાતા હતા અને ભૂતવળગેલાઓને , તથા જેઓ વાઈ અને લકવાથી પીડાતા હતા તેઓને તેની પાસે લાવવામાં આવ્યાં ; અને ઈસુએ તે બધાને સાજા કર્યા .
(src)="b.MAT.4.25.1"> ከገሊላም ከአሥሩ ከተማም ከኢየሩሳሌምም ከይሁዳም ከዮርዳኖስም ማዶ ብዙ ሕዝብ ተከተሉት ።
(trg)="b.MAT.4.25.1"> આથી ગાલીલથી તથા દશનગરથી તથા યરૂશાલેમથી તથા યહૂદિયાથી અને યર્દન નદી પારનો મોટો લોકસમુદાય તેની પાછળ ગયો .
(src)="b.MAT.5.1.1"> ሕዝቡንም አይቶ ወደ ተራራ ወጣ ፤ በተቀመጠም ጊዜ ደቀ መዛሙርቱ ወደ እርሱ ቀረቡ ፤
(trg)="b.MAT.5.1.1"> ઈસુએ ત્યાં ઘણા લોકોને જોયા . તેથી તે ટેકરીના ઊચા ભાગ ઉપર જઈ બેસી ગયો , ત્યાં તેની પાસે તેના શિષ્યો આવ્યાં .
(src)="b.MAT.5.2.1"> አፉንም ከፍቶ አስተማራቸው እንዲህም አለ ።
(trg)="b.MAT.5.2.1"> ઈસુએ લોકોને ઉપદેશ આપતા આ પ્રમાણે કહ્યું :
(src)="b.MAT.5.3.1"> በመንፈስ ድሆች የሆኑ ብፁዓን ናቸው ፥ መንግሥተ ሰማያት የእነርሱ ናትና ።
(trg)="b.MAT.5.3.1"> “ જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે . કારણ કે આકાશનું રાજ્ય તેમના માટે છે .
(src)="b.MAT.5.4.1"> የሚያዝኑ ብፁዓን ናቸው ፥ መፅናናትን ያገኛሉና ።
(trg)="b.MAT.5.4.1"> જેઓ શોક કરી રહ્યા છે તેઓને ધન્ય છે . કારણ કે તેઓને દેવ દિલાસો આપશે .
(src)="b.MAT.5.5.1"> የዋሆች ብፁዓን ናቸው ፥ ምድርን ይወርሳሉና ።
(trg)="b.MAT.5.5.1"> જેઓ નમ્ર છે તેઓને પણ ધન્ય છે . કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે .
(src)="b.MAT.5.6.1"> ጽድቅን የሚራቡና የሚጠሙ ብፁዓን ናቸው ፥ ይጠግባሉና ።
(trg)="b.MAT.5.6.1"> બીજી કોઈપણ બાબત કરતાં જે યોગ્ય છે તે કરવાની જેઓની વધુ ઈચ્છા છે , તેઓને ધન્ય છે . કેમ કે તેઓની ઈચ્છા દેવ પૂર્ણ કરશે અને તેમને સંતોષ આપશે .
(src)="b.MAT.5.7.1"> የሚምሩ ብፁዓን ናቸው ፥ ይማራሉና ።
(trg)="b.MAT.5.7.1"> જેઓ દયાળુ છે તેઓને ધન્ય છે . કેમ કે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે .
(src)="b.MAT.5.8.1"> ልበ ንጹሖች ብፁዓን ናቸው ፥ እግዚአብሔርን ያዩታልና ።
(trg)="b.MAT.5.8.1"> જેઓના વિચારો શુદ્ધ છે તેઓને પણ ધન્ય છે . કારણ કે તેઓને દેવના દર્શન થશે .
(src)="b.MAT.5.9.1"> የሚያስተራርቁ ብፁዓን ናቸው ፥ የእግዚአብሔር ልጆች ይባላሉና ።
(trg)="b.MAT.5.9.1"> જેઓ શાંતિ માટે કાર્ય કરે છે તેઓને પણ ધન્ય છે . કારણ કે તેઓ દેવના દીકરાં કહેવાશે .
(src)="b.MAT.5.10.1"> ስለ ጽድቅ የሚሰደዱ ብፁዓን ናቸው ፥ መንግሥተ ሰማያት የእነርሱ ናትና ።
(trg)="b.MAT.5.10.1"> સત્કર્મો કરવાને લીધે જેઓના ઉપર જુલ્મ ગુજારવામાં આવેલો છે તેઓને ધન્ય છે . કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે .
(src)="b.MAT.5.11.1"> ሲነቅፉአችሁና ሲያሳድዱአችሁ በእኔም ምክንያት ክፉውን ሁሉ በውሸት ሲናገሩባችሁ ብፁዓን ናችሁ ።
(trg)="b.MAT.5.11.1"> “ તમે મારા શિષ્યો છો માટે લોકો તમારા વિષે ખરાબ બોલે , તમારી ઉપર જુલ્મ ગુજારે કે તમારા વિરૂદ્દ જુઠ્ઠાણું લાવે તો પણ તમને ધન્ય છે .
(src)="b.MAT.5.12.1"> ዋጋችሁ በሰማያት ታላቅ ነውና ደስ ይበላችሁ ፥ ሐሴትም አድርጉ ፤ ከእናንተ በፊት የነበሩትን ነቢያትን እንዲሁ አሳድደዋቸዋልና ።
(trg)="b.MAT.5.12.1"> ખૂબજ પ્રસન્ન રહો અને આનંદમાં રહો કારણ આકાશમાં તમને ખૂબજ મોટો બદલો મળશે . યાદ રાખજો કે તમારી અગાઉના પ્રબોધકો ઉપર જુલ્મ ગુજારાયો હતો .
(src)="b.MAT.5.13.1"> እናንተ የምድር ጨው ናችሁ ፤ ጨው አልጫ ቢሆን ግን በምን ይጣፍጣል ? ወደ ውጭ ተጥሎ በሰው ከመረገጥ በቀር ወደ ፊት ለምንም አይጠቅምም ።
(trg)="b.MAT.5.13.1"> “ તમે જગતનું મીઠું છો . પરંતુ મીઠું જો એનો સ્વાદ ત્યજી દેશે તો પછી તે ફરીથી ખારાશવાળું નહિ જ થઈ શકે . જો મીઠું તેનો સ્વાદ ગુમાવી દેશે તો તે નકામું છે એમ સમજીને તેને ફેંકી દેવાશે અને લોકો તેને પગ તળે છુંદી નાખશે .
(src)="b.MAT.5.14.1"> እናንተ የዓለም ብርሃን ናችሁ ። በተራራ ላይ ያለች ከተማ ልትሰወር አይቻላትም ።
(trg)="b.MAT.5.14.1"> “ તમે સ્વયં પ્રકાશ છો , જે આખા જગતને પ્રકાશિત કરે છે . પર્વત ઉપર બાંધેલ નગરને છુપાવી શકાતું નથી , તેને દરેક જણ જોઈ શકે છે .
(src)="b.MAT.5.15.1"> መብራትንም አብርተው ከዕንቅብ በታች አይደለም እንጂ በመቅረዙ ላይ ያኖሩታል በቤት ላሉት ሁሉም ያበራል ።
(trg)="b.MAT.5.15.1"> અને લોકો દીવો સળગાવીને પછી તેને વાટકા નીચે મૂકતા નથી , પણ તેઓ તેને દીવી પર મૂકે છે પછી તે દીવો ઘરમાં જે બધા લોકો રહે છે તેમને પ્રકાશ આપે છે .
(src)="b.MAT.5.16.1"> መልካሙን ሥራችሁን አይተው በሰማያት ያለውን አባታችሁን እንዲያከብሩ ብርሃናችሁ እንዲሁ በሰው ፊት ይብራ ።
(trg)="b.MAT.5.16.1"> તે રીતે તમારે પણ બીજા લોકોને પ્રકાશ આપવો જોઈએ . જેથી તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને લોકો તમારા આકાશમાં બાપની સ્તુતિ કરે .
(src)="b.MAT.5.17.1"> እኔ ሕግንና ነቢያትን ለመሻር የመጣሁ አይምሰላችሁ ፤ ልፈጽም እንጂ ለመሻር አልመጣሁም ።
(trg)="b.MAT.5.17.1"> “ એવું ના માનશો કે હું મૂસાના નિમયશાસ્ત્રનો કે પ્રબોધકોના ઉપદેશોનો નાશ કરવા આવ્યો છું . હું તેના ઉપદેશોનો નાશ કરવા માટે નહિ પરંતુ તેનો પૂરો અર્થ સમજાવવા આવ્યો છું .